જાણો - કસરત કર્યા પહેલા અને કસરત કર્યા પછી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇયે
ઘણા લોકો જાણવા માગતા હોય છે કે કસરત કેવી રીતે કરવી જોઇયે, તથા કસરત કર્યા પહેલા અને કસરત કર્યા પછી કેવી સાવધાની હોવી જોઇયે કે જેથી શરીરને નુકસાન થતું અટકાવી શકાય. તો ચાલો આપણે જાણીએ કે કસરત કરતાં પહેલા કેવી સાવધાની રાખવી જોઇયે.
👉 શારીરિક કસરત કર્યા પહેલા ધ્યાનમાં રાખવાની બાબત
- કોઈપણ શારીરિક કસરત કરતાં પહેલા સવારની શૌચક્રિયા પૂરી થયેલી હોવી જોઇયે.
- સાવ ખાલી પેટે કસરત કરવી યોગ્ય નથી.
- કસરત દરમિયાન ઋતુ પ્રમાણેનો પોષક પહેરવો જોઇયે.
- શરીરને માફક આવે તેવા પગરખાં પહેરવા જોઇયે. જેમકે, એડી ઉપરનો ભાગ આધાર આપનાર અને આરામદાયક હોવો જોઇયે. પગની કમાનને આધાર આપતો ભાગ મજબૂત હોવો જોઇયે. પગના પંજા તરફનો સોલ દળદાર અને નરમ હોવો જોઇયે. જો કઠણ સપાટી પર ચાલવાનું હોય તો તળિયાના સોલ કઠણ હોવા જોઇયે. એડીનો ભાગ ઊંચો હોવો જોઇયે નથી, પરંતુ આખું તળિયું સમતલ હોવું જોઇયે.
આપણે ઉપરના લેખમાં જોયું કે કસરત કરતાં પહેલા કેવી સાવધાની લેવી જોઇયે. હવે આપણે માહિતી મેળવીએ કે કસરત કરતી વખતે કેવી તકેદારી રાખવી જોઇયે.
👉 કસરત દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત
- ભારે કસરત કરતાં પહેલા શરીરની શારીરિક તપાસ ડોક્ટર પાસે કરેલી હોય તો વધુ સારું રહેશે.
- કોઈ વારસાગત રોગ હોય તો ડોક્ટરની સલાહ લઈને કસરત કરવી જોઇયે.
- કસરત કરતી વેળાએ એ ધ્યાન રાખવું કે પેટ ભરેલું ન હોવું જોઇયે. જેમકે વધરે પડતો ખોરાક લીધેલો હોવો, વધારે પડતું પાણી પીધેલું હોવું.
- સામાન્ય રીતે ખોરાક લીધા પછી ત્રણ કલાક સુધી કસરત ન કરવી જોઇયે.
- જે સ્થળે કસરત કરવાની હોય તે સ્થળ સમતલ હોવું જોઇયે.
- કસરતનું સ્થાન વધારે પડતું ખરબચડું કે વધારે પડતું લીસી સપાટી ન હોવી જોઇયે.
- વધરે પ્રમાણમાં પવન ફૂંકાતો હોય ત્યાં કસરત કરવી હિતાવહ નથી.
- જે સ્થળ પર વધારે ગરમી પડતી હોય અને વધારે પડતી ઠંડી પડતી હોય ત્યાં પણ કસરત કરવી હિતાવહ નથી.
ઉપર જણાવ્યા અનુસાર આપણે જોયું કે કસરત દરમિયાન કેવી સાવધાની રાખવી જોઇયે. હવે આપણે જોઇયે કે કસરત કર્યા બાદ કેવી બાબતોને ધ્યાનમાં લેવી.
👉 કસરત કર્યા બાદ ધ્યાનમાં રાખવાની બાબત
- ભારે કસરત કર્યા બાદ તરત જ કુલ ડાઉન જેવી કસરત કરવી જોઇયે.
- કુલ ડાઉન કસરતમાં જોગિંગ કરવું, ધીમા કુદકા મારવા, જમ્પિંગ વગેરે શરીરની શ્વસનક્રિયા સામાન્ય ન બને ત્યાં સુધી કરવું.
- કુલ ડાઉન કસરતોમાં શરીર તથા ગરદનના સ્નાયુઓનું ખેચાણ ઓછું થાય છે.
- ભારે કસરત કર્યા બાદ શરીરને પાણીની તરસ લાગશે. પરંતુ, પાણી પીવું નહીં. હ્રદયના ધબકારા શાંત થાય પછી થોડું પાણી પી શકાય.
- ભારે કસરત કર્યા પછી શરીર ખુલ્લુ રાખવું નહીં તેનાથી શરદી થવાની સંભાવના વધી જાય છે. તેથી શરીરને કોઈ વસ્ત્રથી ઢાકવું.
- શરીરની સ્થિતિ સામાન્ય બન્યા બાદ પાણી પી શકાય તથા હળવો નાસ્તો પણ કરી શકાય.
આમ, આપણે જાણ્યું કે શારીરિક કસરત કેવી રીતે કરવી તથા કસરત દરમિયાન કેવી સાવધાની રાખવી જોઇયે જેનાથી શરીરને કોઈ પણ તકલીફ ન પડે.
Tags
જીવનશૈલી

