પથરી થવાના કારણો, લક્ષણો તથા ઘરેલુ ઉપાય

પથરી એટલે શું ?, પથરીના પ્રકાર , કારણો , પથરીનાં લક્ષણો , નિદાન , અટકાવવાના ઉપાયો ,ઘરેલુ ઉપચાર

પથરી એ એક કિડનીનો રોગ છે. જે અસહ્ય દુખાવો કરી શકે છે પરંતુ ઘણા કેસમાં દર્દીને પથરી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનો દુખાવો થતો નથી. કેટલાક કિસ્સામાં જો પથરીની સમયસર સારવાર ન લેવામાં આવે તો પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. એકવાર પથરી થાય તો વારંવાર પથરી થવાનું જોખમ રહે છે. તેથી પથરી વિશે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

પથરી

💕પથરી એટલે શું ?

પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ઝેલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે સંયોજાઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

💕પથરીના પ્રકાર

  1. કૅલ્શિયમની પથરી (Calcium Stones)
  2. મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ પથરી
  3. યુરિક ઍસિડની પથરી (Uric Acid Stones)
  4. સિસ્ટીન પથરી (Cystine Stones)
પેટના દુખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી છે.

💕પથરી થવાના કારણો

  • ઓછું પાણી પીવાની ટેવ
  • વધુ પ્રોટીન ધરાવતો ખોરાક
  • ખોરાકમાં નમક અને ઓક્ઝેલેટનું વધુ પ્રમાણ
  • ખોરાકમાં ફળો અને પોટેશિયમનું ઓછું પ્રમાણ
  • લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવું
  • મૂત્રમાર્ગનો ચેપ
  • ખોરાકમાં વિટામિન-સી કે કૅલ્શિયમનું ખુબજ વધારે પ્રમાણ

💕પથરીનાં લક્ષણો :

  • પીઠમાં અને પેટમાં સતત દુખાવો
  • ઊલટી-ઊબકા
  • પેશાબમાં લોહી
  • પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા
  • પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.
  • પેશાબમાં બળતરા થાય.
પથરીના નિદાન માટેની મુખ્ય તપાસ સોનોગ્રાફી અને એક્સ-રે છે.

💕પથરી નિદાન

  1. સોનાગ્રાફી : આ નિદાન ખૂબ જ સરળ, ઓછું ખર્ચાળ અને સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેવી તપાસ છે. સોનોગ્રાફીની મદદથી મૂત્રમાર્ગમાં પથરીની તપાસ કરી શકાય છે.
  2. એક્સ-રે : પથરીના કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી પેટના એક્સ-રે દ્વારા મળી શકે છે. પેટનો એક્સરે પથરીની સારવાર પહેલાં અને સારવાર બાદના ફેરફારો અંગે જાણકારી માટે સૌથી ઉપયોગી પદ્ધતિ છે.
  3. સી.ટી. સ્કેન (CT Scan) : સીટી સ્કેન પથરીના નિદાન તેનું કદ અને મૂત્રમાર્ગમાં અવરોધની અત્યંત સચોટ માહિતી માટેની સૌથી વધુ ઉપયોગી તપાસ છે.

💕પથરી અટકાવવાના ઉપાયો

એકવાર પથરી થયા પછી વારંવાર પથરી થવાની સંભાવના રહે છે. પરંતુ કેટલીક યોગ્ય સારવાર દ્વારા પથરી ફરીથી થવાની શક્યતા ઓછી કરી શકાય છે. આથી પથરીના દરેક દર્દીએ યોગ્ય કાળજી, પરેજી અને સારવાર લેવી જોઈએ.
ફરી પથરી ન થાય એવું ઇચ્છતા પથરીના દર્દીઓએ હંમેશા માટે નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે :

  • પ્રવાહી વધારે પીવું
  • મીઠું (નમક) ઓછું લેવું
  • માંસાહારી ખોરાક ન લેવો
  • સંતુલિત ખોરાક લેવો
  • વિટામિન-સી વધુ માત્રામાં ન લેવું.
  • રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો.
  • કાચો સંભારો રાત્રે ન લેવો.

💕પથરી માટે ઘરેલુ ઉપચાર

  • કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મળે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.(રામબાણ ઉપચાર)
  • પત્થરચટ્ટા (પથ્થર ફાડ) ના પાંચ થી છ પાન રોજ સવાર સાંજ ખાવાથી પથરી માટે છે.
  • ત્રણ લીંબુનો રસ સવારે અને રાત્રે ખાલી પેટે પીવાથી પથરી ઓગળી જાય છે. (આ ઉપાય ડોક્ટરની સલાહથી ત્રણ થી ચાર દિવસ જ એક સાથે કરી શકાય)
  • મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અરધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
  • ચાર ગ્રામ ગોખરુનું ચૂર્ણ મધમાં મેળવીને ત્રણ ટાઈમ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.
  • મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, તેને ચાળીને આ ભસ્મ 1 ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.
  • લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
  • ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ સવારે ઊભા-ઊભા 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે.
  • ઘઉં અને ચણાને એકસાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નિકળી જાય છે.
  • નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.
  • રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે. શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.
  • કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
  • પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
  • કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
  • દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને પથરી તોડવામાં મદદ કરે છે.
  • બીજોરુ (એક જાતનું ફળ) નો રસ પીવાથી પથરીને લીધે થતો અસહ્ય દુઃખાવો માટે છે અને પથરી ઓગળીને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે. (રામબાણ ઈલાજ)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું