પ્રાણાયામ કયા સમયે કરવા યોગ્ય છે ? ~ જાણો સંપૂર્ણ માહિતી

પ્રાણાયામ ક્યારે કરવા ? , પ્રાણાયામ ના ફાયદા, યોગ અને પ્રાણાયામ

જાણો સંપૂર્ણ વિગત પ્રાણાયામ વિષે તથા પ્રાણાયામ ના ફાયદા



💕પ્રાણાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :-

  1. આસન સવારે અથવા સંધ્યાકાળે કરવા ઉત્તમ છે.
  2. આસનો સવારમાં શૌચક્રિયા કર્યા બાદ ભૂખ્યા પેટે જ કરવા. કોઈપણ પ્રવાહી લીધા બાદ અડધા કલાક પછી અને ભોજન બાદ ચારેક કલાક પછી કરવા જોઈએ.
  3. આસનો કરતા પૂર્વે યૌગિક અંગભ્રમણ, પૂરક ક્રિયાઓ કરવી; ત્યારબાદ પાંચ મિનિટ શવાસન કરીને શરીર મનને શાંત કરવા.
  4. યોગા અભ્યાસ માટે શેતરંજી તથા તેના ઉપર મુલાયમ સુતરાવ આસન હોવું જોઈએ. ઊનનું પાથરણું હોય તો સારુ. નીચેની જમીન સમતલ અને સ્થિર હોવી જોઈએ.
  5. યોગા અભ્યાસ માટે ખૂલતો અને સુતરાઉ પહેરવેશ પહેરવો જોઈએ. ઈજા થાય તેવી વસ્તુઓ શરીર પરથી દૂર કરવી. જેવીકે ઘડિયાળ, વીટી, ચેઇન, મોજા, પટ્ટો વગેરે.
  6. આસનોની સંખ્યા અને સમય ધીમે ધીમે જ શક્તિ અનુસાર વધારવા.
  7. આસનો ઝટકા સિવાય ખુબજ ધીમે ધીમે, લયબદ્ધ, બળ જબરી સિવાય હકારાત્મક વલણ દાખવીને યથાશક્તિ નિયમિત કરવા.
  8. આસન કરતી વખતે શરીરની સ્થિતિ જેટલું જ મહત્વ શ્વાસની સ્થિતિનું એટલે કે શ્વાસ ભરવાનું(પૂરક), શ્વાસ રોકવાનું(કુંભક), અને શ્વાસ છોડવાનું(રેચક) છે. તે ધ્યાનમાં લેવું.
  9. આસન કર્યા બાદ સવાસન કે મકરાસન આરામ માટે એકથી બે મિનિટ કરવું.
  10. યોગાભ્યાસ કર્યા પછી અડધો કલાક સુધી ભોજન ન કરવું. દસ મિનિટ સુધી ઉપાહાર ન કરવો.
  11. આસનો કર્યા પછી ભારે વ્યાયામ ન કરવો.
  12. કોઈપણ આસન કર્યા પછી તેનું પૂરક આસન કરવાથી વિશેષ લાભ થાય છે.
  13. યોગ અભ્યાસનો વિષય છે, તેથી વધારે શીખવા કરતાં વધારે અભ્યાસ કરવો.
  14. યોગને પ્રદર્શનનો વિષય ન બનાવતા જીવન વ્યવહારનો વિષય બનાવવો.
  15. બહેનોએ માસિક ધર્મના ૪ થી ૬ દિવસ વિશ્રાંતી લેવી. ગર્ભાવસ્થાના ચાર માસ પછી અને પ્રસુતિ પછી ત્રણ માસ સુધી આસનો ન કરવા.
  16. વેગપૂર્વક પવન ફૂંકાતો હોય ત્યાં આસનો કરવા નહીં.
  17. મનની પ્રસન્નતા વધારવા સુવાસિત પુષ્પો કે ધૂપસળીનો ઉપયોગ કરવો.
  18. શરૂઆત સરળ આસનોથી કરવી, ક્રમશઃ કઠિન આસનો તરફ જવું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું