જાણો સૂર્ય નમસ્કાર કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇયે

જાણો સૂર્ય નમસ્કાર કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇયે



💨આસન સવારે અથવા સંધ્યાકાળે કરવા ઉત્તમ છે. 
💨આસનો સવારમાં શૌચક્રિયા કર્યા બાદ ભૂખ્યા પેટે જ કરવા. કોઈપણ પ્રવાહી લીધા બાદ અડધા કલાક પછી અને ભોજન બાદ ચારેક કલાક પછી કરવા જોઈએ.
💨આસનો કરતા પૂર્વે યૌગિક અંગભ્રમણ, પૂરક ક્રિયાઓ કરવી; ત્યારબાદ પાંચ મિનિટ શવાસન કરીને શરીર મનને શાંત કરવા.
💨યોગા અભ્યાસ માટે શેતરંજી તથા તેના ઉપર મુલાયમ સુતરાવ આસન હોવું જોઈએ. ઊનનું પાથરણું હોય તો સારુ. નીચેની જમીન સમતલ અને સ્થિર હોવી જોઈએ.
💨યોગા અભ્યાસ માટે ખૂલતો અને સુતરાઉ પહેરવેશ પહેરવો જોઈએ. ઈજા થાય તેવી વસ્તુઓ શરીર પરથી દૂર કરવી. જેવીકે ઘડિયાળ, વીટી, ચેઇન, મોજા, પટ્ટો વગેરે.
💨આસનોની સંખ્યા અને સમય ધીમે ધીમે જ શક્તિ અનુસાર વધારવા.
💨આસનો ઝટકા સિવાય ખુબજ ધીમે ધીમે, લયબદ્ધ, બળ જબરી સિવાય હકારાત્મક વલણ દાખવીને યથાશક્તિ નિયમિત કરવા.
💨આસન કરતી વખતે શરીરની સ્થિતિ જેટલું જ મહત્વ શ્વાસની સ્થિતિનું એટલે કે શ્વાસ ભરવાનું(પૂરક), શ્વાસ રોકવાનું(કુંભક), અને શ્વાસ છોડવાનું(રેચક) છે. તે ધ્યાનમાં લેવું.
💨આસન કર્યા બાદ સવાસન કે મકરાસન આરામ માટે એકથી બે મિનિટ કરવું.
યોગાભ્યાસ કર્યા પછી અડધો કલાક સુધી ભોજન ન કરવું. દસ મિનિટ સુધી ઉપાહાર ન કરવો.
💨આસનો કર્યા પછી ભારે વ્યાયામ ન કરવો.
💨કોઈપણ આસન કર્યા પછી તેનું પૂરક આસન કરવાથી વિશેષ લાભ થાય છે.
💨યોગ અભ્યાસનો વિષય છે, તેથી વધારે શીખવા કરતાં વધારે અભ્યાસ કરવો.
💨યોગને પ્રદર્શનનો વિષય ન બનાવતા જીવન વ્યવહારનો વિષય બનાવવો.
💨બહેનોએ માસિક ધર્મના ૪ થી ૬ દિવસ વિશ્રાંતી લેવી. ગર્ભાવસ્થાના ચાર માસ પછી અને પ્રસુતિ પછી ત્રણ માસ સુધી આસનો ન કરવા.
💨વેગપૂર્વક પવન ફૂંકાતો હોય ત્યાં આસનો કરવા નહીં.
💨મનની પ્રસન્નતા વધારવા સુવાસિત પુષ્પો કે ધૂપસળીનો ઉપયોગ કરવો.
💨શરૂઆત સરળ આસનોથી કરવી, ક્રમશઃ કઠિન આસનો તરફ જવું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું